Hitesh Patel 0

ભારત દેશમાં એક કૃષિ પ્રધાન નીતિ અને વ્યવસ્થા અમલમાં મુકવામાં આવે

102 people have signed this petition. Add your name now!
Hitesh Patel 0 Comments
102 people have signed. Add your voice!
11%
Maxine K. signed just now
Adam B. signed just now

આદરણીય પ્રધાનમંત્રી

શ્રી નરેન્દ્રભાઈ મોદી

ભારતમાતા ની જય અને વંદે માતરમ સાથે આપશ્રી ને અમારા સાદર પ્રણામ!

પ્રવર્તમાન સમયમાં આપણો ભારત દેશ એક બાદ એક સફળતાના સોપાનો પાર પાડી રહ્યો છે અને વિવિધ ક્ષેત્રોમાં ખુબ જ ઝડપથી આંતરરાષ્ટ્રીય સ્તરે નામના અને સ્વીકૃતિ મેળવી રહ્યો છે. સમાચાર માધ્યમો દ્વારા અમે જોઈ શકીએ છીએ કે આપશ્રી પોતે પણ પોતાનો સંપૂર્ણ સમય અને શક્તિ અર્પી રાષ્ટ્રના વિકાસ અને ઉત્કર્ષ માટે સતત કાર્યરત છો. આપશ્રી ના નેતૃત્વમાં ભારત સરકાર એક ટીમ તરીકે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહી છે જે માટે આપશ્રી અને આપશ્રીની ટીમ ને ખુબ ખુબ અભિનંદન!

આપશ્રી અને આપશ્રી ની ટીમ જે ઉત્સાહ અને ખંતથી કાર્યરત છે તેવો ઉત્સાહ અને ખંતથી કોઈ રાજનેતા કાર્યરત રહે એ અમારા જીવનકાળ દરમ્યાન ખરેખર અદ્વિતીય બની રહેશે એવું અમને લાગે છે. આપશ્રીના નેતૃત્વમાં જયારે દેશમાં વ્યવસ્થા પરિવર્તન થઇ રહ્યું છે ત્યારે અમને પણ થયું કે વહેતી ગંગામાં હાથ ધોઈને પાવન અને ધન્ય થઇ જઈએ. ટૂંકમાં, અમે આ પત્ર આપશ્રીનું કામ વધારવા માટે લખી રહયા છીએ. આ પત્રમાં અમે કૃષિ સાથે સંકળાયેલા જનસમાજની વાત રજુ કરવા જઈ રહયા છીએ. અમે અહિયાં કોઈ પણ જાતની નાણાકીય સહાય કે સબસીડી કે લોનમાફીની માંગણી નથી કરી રહ્યા. અમે ઈચ્છીએ છીએ કે નીચે જણાવેલ હકીકતોને લક્ષ્યમાં રાખી ભારત દેશમાં એક કૃષિ પ્રધાન નીતિ અને વ્યવસ્થા અમલમાં મુકવામાં આવે.

અત્યાર સુધીની કોઈ પણ પક્ષની કેન્દ્ર કે રાજ્ય સરકારોએ દેશની ભૌગોલિક પરિસ્થિતિને સમજ્યા વિના કૃષિ ક્ષેત્ર પ્રત્યે પુર્વગ્રહભર્યું વલણ અપનાવેલું છે. કૃષિપ્રધાન દેશની લગભગ બધી જ વ્યવસ્થાઓ, વિવિધ વિષય નિષ્ણાતો અને કૃષિ સાથે સંકળાયેલા લોકોએ પણ એવું માની લીધેલ છે કે દેશનો વિકાસ માત્ર ઉદ્યોગોથી જ થઇ શકે કૃષિ અને પશુપાલનથી નહિ.

જો કે આવું માની લેવાના કારણો પણ છે. લગભગ બધા જ વિકસિત દેશોએ ઉદ્યોગ થકી જ વિકાસ કર્યો છે. પણ આપણા ભારત દેશ માટે આ મોડેલ લાગુ પાડી શકાય કે કેમ તે એક પ્રશ્ન છે.

ભારત એક એવો દેશ છે કે જ્યાં વિવિધ ઋતુઓમાં ઠંડી, ગરમી, વર્ષા યુક્ત આબોહવા મળી રહે છે જેથી આપણા દેશમાં તમામ પ્રકારની ખેતપેદાશો થઇ શકે એમ છે. વિશ્વના અન્ય દેશોમાં આવી વિવિધતા વાળી આબોહવા ન હોતા એક જ પ્રકારની આબોહવા મળી રહેતા એક જ પ્રકારની ખેતપેદાશો થઇ શકે છે. આથી મોટેભાગે આ દેશો પાસે ઉદ્યોગ અપનાવ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નહોતો. આપણા દેશની ભૌગોલિક પરિસ્થિતિ અને આબોહવા જોતા આપણા દેશ માટે કૃષિ જ પ્રધાન વ્યવસાય રહેવો જોઈએ. કદાચ આ જ કારણથી ભારત છેલ્લી કેટલીય શતાબ્દીઓ થી કૃષિપ્રધાન દેશ રહ્યો છે.

ભારતમાં કૃષિપ્રધાન વ્યવસ્થા ઉભી કરવા માટે મુખ્યત્વે નીચે પ્રમાણેના પગલા લેવા જોઈએ:

(૧) દેશની કૃષિ વ્યવસ્થામાં ખેતપેદાશો માટે અંતરરાષ્ટ્રીય માનકો પ્રમાણેના બિયારણ, ઉત્પાદન, પ્રોસેસિંગ, પેકેજીંગ અને પ્રિઝર્વેશન માનકો અપનાવામાં આવે.

(૨) ખેતપેદાશોની નિકાસ માટે સપોર્ટીંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યવસ્થા ઉભી કરવામાં આવે.

(૩) કૃષિ ક્ષેત્ર સાથે ન સંકળાયેલા ગરીબ લોકોને જીવનજરૂરી ખેતપેદાશોની ખરીદીમાં સરકારશ્રી રાહત આપે

ભારતમાં જો કૃષિપ્રધાન વ્યવસ્થા ઉભી થાય તો દેશને નીચે મુજબના લાભ થઇ શકશે:

(૧) દેશમાં કૃષિ ઉત્પાદન ની ગુણવત્તા સુધરશે જેથી દેશમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થ ઉપલબ્ધ થશે.

(૨) દેશના કૃષિ ઉત્પાદન ની ગુણવત્તા આંતરરાષ્ટ્રીય માનકો પ્રમાણે ની હોવાથી તેની આંતરરાષ્ટ્રીય બજારમાં નિકાસ થઇ શકશે. આમ દેશની કુલ નિકાસમાં વધારો થશે.

(૩) કૃષિ ઉત્પાદનો ની નિકાસમાં વધારો થવાના કારણે દેશના કુલ વિદેશી હુંડીયામણ માં વધારો થશે.

(૪) આંતરરાષ્ટ્રીય બજારમાં કૃષિ ઉત્પાદનો ની કિંમત આપણા દેશ કરતા ૨ થી ૧૦ ગણા જેટલી વધારે હોવાથી દેશના કૃષિકારને કૃષિ ઉત્પાદનના ઉચા ભાવ મળી રહેશે.

(૫) કૃષિ ઉત્પાદનો ના ઉચા ભાવ મળવાથી દેશના કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ સમાજની આવક વધશે.

(૬) દેશનો ગરીબી રેખા હેઠળ જીવતા મોટા ભાગના લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કૃષિ સાથે સંકળાયેલા છે. કૃષિ ક્ષેત્રમાં આવક વધવાનો લાભ આ લોકો સુધી પણ પહોચશે અને દેશમાં ગરીબી નું પ્રમાણ ઘટશે.

(૭) દેશના કૃષિ ક્ષેત્રમાં આવક વધવાથી કૃષિકાર કૃષિ ક્ષેત્રે મોઘી નવીન ટેકનોલોજી નો પ્રયોગ કરવા સક્ષમ બનશે. આમ કૃષિ ક્ષેત્રે નવીન ટેકનોલોજી નો પ્રયોગ વધશે.

(૮) નવીન ટેકનોલોજી ના ઉપયોગથી દેશના કૃષિ ઉત્પાદનમાં વધારો થશે. અને દેશનો કુલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ માં વધારો થશે.

(૯) દેશમાં કૃષિ ઉત્પાદનમાં વધારો થવાથી દરેકને પોષણયુક્ત આહાર મળી રહેશે જેથી દેશમાં કુપોષણની સમસ્યાનું નિવારણ થશે.

(૧૦) દેશના કૃષિ સાથે સંકળાયેલ સમાજની આવક વધતા તેમની ખરીદ શક્તિ અને જીવનધોરણ માં સુધાર આવશે.

(૧૧) દેશના કૃષિ ક્ષેત્રે મજુરી અને શ્રમ કરવો પડતો હોઈને કૃષિ સાથે સંકળાયેલ યુવક સાથે દીકરી ના માં-બાપ પોતાની દીકરી પરણાવતા સંકોચ અનુભવે છે. નવીન ટેકનોલોજી ના ઉપયોગ થી કૃષિ ક્ષેત્રે માનવ શ્રમ અને મજુરીમાં નોધપાત્ર ઘટાડો થશે અને આ સમસ્યાનું સમાધાન થશે. આમ દેશમાં કૃષિકાર યુવકોની સામાજિક સ્વીકૃતિ વધશે.

(૧૨) ઉપરોક્ત કારણોથી કૃષિ ક્ષેત્ર થી થતું પલાયન અટકશે. અને શહેર તરફની દોટ અટકશે. આમ દેશમાં શહેરીકરણની સમસ્યા હળવી થશે.

(૧૩) જે કૃષિકારો કૃષિ છોડી ચુક્યા છે તેઓ પણ ફરીથી કૃષિ ક્ષેત્રે કાર્ય કરવા આકર્ષિત થશે. જે માટે તેઓ ગામ તરફ પાછા ફરશે. આમ દેશમાં ગ્રામ્ય જીવન ફરીથી જીવંત થઇ જશે.

(૧૪) કૃષિ ક્ષેત્રે મોટા પાયે રોજગારીનું નિર્માણ થતા દેશમાં બેરોજગારીની સમસ્યાનું નિવારણ થશે.

(૧૫) કૃષિ ક્ષેત્રે આવક વધતા લાંબા ગાળે કૃષિ માટે થતા સરકારી ખર્ચ જેવા કે લોનમાફી, સબસીડી વગેરેમાં ઘટાડો થશે.

આમ, જો આપણે દેશમાં કૃષિપ્રધાન વ્યવસ્થા અપનાવીએ તો આપણા ભારત દેશનો વિકાસ અને ઉત્કર્ષ તો નિશ્ચિત જ છે. આ ઉપરાંત ભારત સમગ્ર વિશ્વ માટે અન્નદાતા પણ બની રહેશે. અમે આ પત્રમાં કઈ પણ નવું કહી રહયા નથી. પ્રાચીન સમયમાં આપણે આવું સફળતાપૂર્વક કરી ચુક્યા છીએ.

અમે આપશ્રી ને દેશની ધુરા સોપી છે અને આપશ્રી ખુબ જ કુશળતાથી અમે સોપેલ જવાબદારીનું નિર્વહન કરી રહ્યા છો. અમે આપશ્રીને હજુ એક વધુ જવાબદારી આપવા ઈચ્છુક છીએ. અમે ઇચ્છીએ છીએ કે આપશ્રી દ્વારા દેશના કૃષિ સાથે સંકળાયેલા લોકો જેમ કે કૃષિકારો, કૃષિ સંગઠનો, કૃષિ શિક્ષકો, કૃષિ વૈજ્ઞાનિકો, કૃષિ વિશ્વવિદ્યાલયો, કૃષિ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને નાણા મંત્રાલય ને એકત્રિત કરી ઉપરોક્ત બાબતોને લક્ષ્યમાં લઇ આ વિષય પર મંથન કરી આપણા દેશ માટે એક કૃષિ પ્રધાન નીતિ અને વ્યવસ્થા બનાવવાનો પ્રયાસ થાય અને સાથે સાથે દેશમાં આ બાબતે જનજાગૃતિ માટેનું અભિયાન પણ ચલાવાય.

અમેં આ સીધું જ આપશ્રી ને લખ્યું કારણ કે અમને વિશ્વાસ છે કે આપશ્રી આ બાબતમાં વ્યક્તિગત રસ લઇ કાર્ય કરશો અને અમારી આશાઓ, અપેક્ષાઓ પૂર્ણ કરશો.

ઈશ્વર આપશ્રીને સૂચિત કાર્ય કરવા માટે જરૂરી શક્તિ પૂરી પાડે એવી શુભેચ્છાઓ!

લી.

અમે ધરતીપુત્રો

Share for Success

Comment

102

Signatures