Vijay Shah 0

JVOS - Restore DONOR names & respect

230 signers. Add your name now!
Vijay Shah 0 Comments
230 signers. Almost there! Add your voice!
92%
Maxine K. signed just now
Adam B. signed just now

ઓગસ્ટ ૧૫, ૨૦૧૬

પ્રમુખશ્રી / ટસ્ટ્રીગણ / કારોબારી સમિતિ તથા સલાહકાર સમિતિના સભ્યો

શ્રી જૈન વિશા ઓશવાળ સેવા સમાજ

મુંબઈ

જય જીનેન્દ્ર!

સવિનય જણાવવાનું કે આ (અને સાથે લગાવેલ) પત્ર પર હસ્તાક્ષર કરનાર સમાજના સભ્યો આપને ભારપૂર્વક આગ્રહ કરીએ છીએ કે સપ્ટેમ્બર ૧૮, ૨૦૧૬ ના રોજ થનારી સમાજની આગામી વાર્ષિક સાધારણ સભા માટે શ્રી પદમાબેન જયંતિભાઈ શાહ (ઊમતા) પરિવારના શ્રી વિજયભાઈ જયંતિભાઈ શાહ (વી.ટી. - ઊમતા) દ્વારા ઉઠાવેલા નિમ્નલિખિત ૩ મુદ્દાઓ ઘણાં સમયથી અનિર્ણિત છે.

અમારા મત મુજબ નિમ્નલિખિત મુદ્દાઓ ની વિચારણા વધુ સમય સુધી મુલતવી રાખવી યોગ્ય નથી. નિમ્નલિખિત ૩ મુદ્દાઓ વાર્ષિક સાધારણ સભા માટે મોકલાતા પરિપત્રના એજન્ડામાં લખવા વિનંતી જેથી સમસ્ત સમાજ આ ચર્ચા જાણીને ભાગ લઈ શકે.

નિમ્નલિખિત મુદ્દાઓ પ્રમુખશ્રીની મંજૂરીથી અન્ય જે રજૂ થાય તે અંતિમ એજન્ડામાં ન લેતા વિગતવાર કાર્યના એજન્ડામાં લખશો.

૧. સંસ્થા દ્વારા સંચાલિત લોન યોજના ઘણાં સમયથી બંધ કરેલ છે, જેને ફરીથી શરૂ કરવા બાબત.

૨. લોન યોજનામાં ફાઊન્ડર લાભાર્થી શ્રી પદમાબેન જયંતિભાઈ શાહ (ઊમતા)નું નામ અરજીપત્રકમાં થી કાઢી નાખવામાં આવેલ છે. તેના અનુસંધાનમાં તે પરિવારના આવેલ પત્ર ને ચર્ચા વિચારણા કરીને યોજના શરૂ કરવા બાબત.

૩. કાયમી અનાજ સહાય - કાયમી મેડીકલ સહાય - કાયમી આર્થિક સહાય - કાયમી કેળવણી સહાય ના દરેક અરજીપત્રકમાં જૂના લાભાર્થીઓ ના નામ કાઢી નાખી નવા નામ લખેલ છે તે માટે શ્રી વિજયભાઈ જયંતિભાઈ શાહ (વી.ટી. - ઊમતા) એ સમાજની આગામી વાર્ષિક સાધારણ સભામાં ચર્ચા વિચારણા કરવા માટે પત્રમાં ઉલ્લેખ કરેલ છે. ચર્ચા કરીને જૂના લાભાર્થીઓ ના નામ શરૂ કરવા બાબત.

છેલ્લા કેટલા સમયથી આપ દ્વારા બંધ કરવામાં આવેલ લોન યોજના માટે અમારા દ્વારા સખત વિરોધ નોંધાવતા સમાજની આગામી વાર્ષિક સાધારણ સભામાં યોજનાઓ ના જૂના લાભાર્થીઓ ના નામ ફરીથી છાપી ને લોન યોજના શરૂ કરવા આપને વિનંતી કરીએ છીએ.

આભાર સહ!

Share for Success

Comment

230

Signatures