42 KP Samaj Canada General Meeting Before July 20,2019
છેલ્લા દસ દિવસમાં 42 KP Samaj Canada મા ઝગડી રહેલા બંને ગ્રુપ તરફથી ઘણા email સમાજના સભ્યો ને મોકલવામાં આવ્યા છે. આ email ઓ વાંચ્યા પછી એવું લાગે છે કે સમાજના અગ્રણીઓ અને જાગૃત સભ્યોએ વહેલામાં વહેલા બંને પક્ષોને ભેગા કરી ઝગડાનું સમાધાન લાવવું જરૂરી છે
આ Email ઓ પરથી સ્પષ્ટ કહી શકાય છે કે આ ઝઘડો સમાજના અમુક લોકો વચ્ચેનો જ છે
આ લોકો પોતાના ઈગો અને personal વિવાદો ના લીધે ઝઘડાનો અંત લાવવા માગતા નથી.
સમાજની કારોબારી સમિતિ માં અને volunteers કમિટીમાં કામ કરી રહેલા અને કામ કરી ચૂકેલા લોકોએ સમજવું જોઈએ કે જો કોઈ વ્યક્તિ સમાજ માટે કામ કરતો હોય તો તેને કોઈપણ પ્રકારના માન-સન્માન કે અભિમાન ની ભાવના અને કોઈપણ પ્રકારની અપેક્ષા કે સ્વાર્થ વગર કામ કરવું જોઈએ .સમાજનું કામ કરવા માટે કોઈએ તમને બાધ્ય કરેલા નથી તમે સ્વેચ્છાએ એ આ કામ સ્વીકારેલું છે.
આ લોકોને એ વાત સમજવી જરૂરી છે કે આ સમાજ કોઈ એક વ્યક્તિ કે ગ્રુપ નો નથી.
હાલની પરિસ્થિતિને જોતા, વિવાદનો અંત લાવવા અને સમાજ ની એકતા ને સર્વોપરી ગણતા નીચેના ને ઉપાયો કરવાની જરૂર છે
1)સમાજની એકતા જળવાઈ રહે તે માટે બહુ જરૂરી છે કે બંને પક્ષના લોકો પોતાનો ઈગો સાઈડમાં મુકી અને મનદુઃખ ભૂલી,સમાજના હિત માટે વિવાદનો અંત લાવે અને એકબીજાથી થયેલી ભૂલચૂક માફ કરે અનેએક થઈ જાય.
2)જો કોઈ કારણસર બંને પક્ષના લોકો આ વિવાદનો અંત લાવી ન શકતા હોય તો સમાજના જવાબદાર સભ્યોએ બંને પક્ષના વ્યક્તિઓને સમાજની કારોબારી સમિતિથી દૂર કરી દેવા જોઈએ અને નવી કમિટીબનાવીજોઈએ.
જ્યાં સુધી આવી કોઈ મીટીંગ યોજવામાં ન આવે ત્યાં સુધી અને પરિસ્થિતિ વધુ ન બગડે તે માટે નીચેના સમાજના સભ્યોએ સર્વાનુમતે નક્કી કર્યું છે કે બંને પક્ષો તરફથી યોજવામાં આવતી કોઈપણ ઈવેન્ટમાં ભાગ લેવામાં આવશે નહીં.
હાલની volunteers કમિટીનેઆગ્રહકરીએછેકે 2019 ની 42 KP Samaj Canada Picnic પહેલાજનરલમીટીંગકરીઆવિવાદનોઅંતલાવે.
અમે ઈચ્છીએ છીએ કે 42 સમાજના બીજા ગામો અને સભ્યો પણ આમાં સહકાર આપી જનરલ મીટીંગ માં વિવાદનો અંત લાવવા ના પ્રયાસ કરે
જો તમે ઉપરની વાત સાથે સહમત હો તો આ પિટિશન સાઇન કરો અને કમેન્ટમાં તમારું નામ અને ગામ લખો
Comment